મૃત્યુ એ અખબાર છે..
વહેલી સવારે ,
તમારા ઘર માં ઘૂસી શકે છે.
મૃત્યુ એ લજ્જા વિનાની લલના છે,
એ તમારો હાથ ભર બજારે પકડી શકે છે.
મૃત્યુ એ ખુદા બક્ષ મુસાફર છે ,
વગર ટિકિટે મન ફાવે ત્યાં જઈ શકે છે .
મૃત્યુ એ રેઢો ગુનેગાર છે,
ગમે એ સ્ટેશને તમારી જિંદગી નો સમાન લઈને
ગમે ત્યારે ઉતરી શકે છે.
- Honey Lakhlani