આટલો પ્રેમ જતાવવા છતાં પણ મારાં પર શક કરતો જાય છે, જ્યાં મારી ભૂલ ના હોય ત્યાં પણ મારી ભૂલો ગણાવતો જાય છે, હું કઈ કહેતી નથી પણ, તૂ મારા દિલ માંથી ઉતરતો જાય છે...
હું ફોન કરું અને તારો ફોન busy આવે તો તૂ કામમાં છે, અને મારો ફોન busy આવે તો કોની જોડે વાત કરતી હતી? કહી ને મારા ચારીત્ર્ય પર સવાલ ઉઠાવતો જાય છે, હું કઈ કહેતી નથી પણ, તૂ મારા દિલમાંથી ઉતરતો જાય છે...
તે આજ સુધી મારા પર હાથ નથી ઉપાડ્યો, તૂ બહુ હોશિયાર છે, પણ તૂ તારા શબ્દોથી મારા દિલ ને જખ્મ આપી વીંધતો જાય છે, હું કઈ કહેતી નથી પણ તૂ મારા દિલમાંથી ઉતરતો જાય છે...
મેં બધું જ ભુલાવી જિંદગીની નવી શરૂઆત કરી પણ તૂ તો જાણે દૂધ નો ધોયેલો હોય એમ મારી ભૂલો ને વારે વારે યાદ કરાવી મારા જુના જખ્મોને તાજા કરતો જાય છે, હું કઈ કહેતી નથી પણ તૂ મારા દિલમાંથી ઉતરતો જાય છે...
તૂ કહે છે મને પ્રેમ કરે છે.. પણ ના તો તૂ મારા મન ને વાંચી શકે છે કે ના તો મારી ઇઝ્ઝત કરે છે, તૂ તો ફક્ત તારી જ મહાનતા બતાવતો જાય છે, હું કઈ કહેતી નથી પણ તૂ મારા દિલમાંથી ઉતરતો જાય છે...
ભલે હું આખો દિવસ તારી જોડે જ વાત કરતી હોઉં, પણ થોડો સમય મારી દોસ્તો માટે કાઢું, એમાં પણ તૂ મને મનફાવે એમ બોલી મારું દિલ દુભવતો જાય છે., હું કઈ કહેતી નથી પણ તૂ મારા દિલમાંથી ઉતરતો જાય છે...
તારા કટાક્ષમા બોલેલા વાક્યો પર કઈ react ના કરું તો નફ્ફટ, સામે બોલું તો અસંસ્કારી, અને સહન ના થતા રડી પડું તો નાટકબાજ...તૂ મારા આંસુઓને પણ જુઠાણા મા ખપાવતો જાય છે, હું કઈ કહેતી નથી પણ તૂ મારા દિલમાંથી ઉતરતો જાય છે....
ધન દોલત, સુખ સુવિધા આપી તૂ કહે છે શેની કમી છે તને? એક સ્ત્રી ને પ્રેમ અને ઇઝ્ઝત થી વધારે કોઈ ખુશી નથી હોતી, જયારે તૂ મારી ખુશીઓ ને દોલત થી તોલતો જાય છે, હું કઈ કહેતી નથી પણ તૂ મારા દિલ માંથી ઉતરતો જાય છે...
રોજ રાત્રે તારી સાથે વાત કરીને ફોન મુક્યા પછી હું બીજા સાથે વાત નથી કરતી ને એ check કરવા call કરે છે, જયારે મળે ત્યારે fb, whtsapp, insta account check કરે છે, આમ કરી ને તૂ ખુદ જ તારી ઓકાત બતાવતો જાય છે હું કઈ કહેતી નથી પણ તૂ મારા દિલમાંથી ઉતરતો જાય છે..
તૂ મોડો આવે તો હું તારી ચિંતા કરું, અને હું મોડી આવું તો રખડવા ગયેલી, તારે મોડું થાય તો કામ મા busy હતો અને મારા મોડા આવવા પર મને જેમ ફાવે એમ બોલી ને અસંસ્કારી નું લેબલ લગાવતો જાય છે, હું કઈ કહેતી નથી પણ તૂ મારા દિલમાંથી ઉતરતો જાય છે..
હું મારા દુઃખ મા પણ નાની નાની વાતોમાંથી ખુશ રહેવાના બહાના શોધી લઉં છું પણ એમાં પણ તૂ તારા નિયમો મારી પર થોપતો જાય છે હું કઈ કહેતી નથી પણ તૂ મારા દિલ માંથી ઉતરતો જાય છે..
આટલો પ્રેમ કરવા છતાં તૂ મારી પર શક કરતો જાય છે હું કઈ કહેતી નથી પણ તૂ મારા દિલમાંથી ઉતરતો જાય છે...