આ કેવી વિટંબણા !
સંવેદના મરી પરવારી છે આજે જાણે. તંત્ર ની ઘોરબેદરકારી ;ને વગોવાય છે લોકો.
આજે 47દિવસ ના લોકડાઉન પછી અચાનક થી નિર્ણય લેવાયો કે બધુ જ બંધ રહેશે પંદર તારીખ સુધી.અમદાવાદમા એ પણ બપોરનાં બુલેટિન માં ટીવી પર. એમાં એકબાજુ એવાં સમાચાર લખાયા હતા કે મધરાત સુધી તમે જોઈતી વસ્તુઓ ની દુકાન ખુલ્લી રહેશે. અને એક બાજુ સાત વાગ્યાનું કરફ્યુ તો ચાલુ.
અને બપોરનાં સમયે કામ કરી ઘણા બધા સુઈ ગયા હતાં.વોટસપ દ્વારા મેસેજ થી ખબર પડે છે કે દૂધ,દવા સિવાય બીજું બધું બંધ.
પછી શું થાય..? આખું અમદાવાદ બહાર જ નિકળી પડેને!!!!
એમાં પણ દોષ લોકો નો. આવા અણઘડ નિર્ણય લેવાની જરૂર જ ક્યાં હતી? લોકો સોશિઅલ ડિસ્ટન્સ જાણવીને વસ્તુ ખરીદતા હતાં .
પણ હદ તો ત્યારે થઈ કે સો સો લોકો ની લાંબી કતારમાં ઊભા રહેતાં લોકો (લગભગ ચાર કલાક) વારો આવે ત્યાં જ પોલીસ ની જીપ આવે ,ડંડા પછાડે અને રોફમા દુકાનદાર ને દુકાન બંધ કરાવે.
લોકોનો રોષે નાં ભરાય તો જ નવાઈ !!!!
બધી લેડીસ એ રીકવેસટ કરી..પણ લેડીસ ને પણ જેમ ફાવે તેમ બોલવા લાગ્યા હતા પોલીસ વાળા.
અરે એ લાંબી કતારમાં પ્રેગ્નન્સી વાળી લેડીસ હતી ,વડિલો હતાં. દિકરાઓ હતાં. અરે નાનાં સાત વર્ષના બાળકો પણ હતાં કતારમાં.. કેમકે મમ્મી આવી ના શકતી હોય.. પપ્પા બીજી દુકાને લાઈનમાં ઊભા રહ્યા હોય.
આવું વર્તન પોલીસ નું? એ તો રક્ષક છે.પ્રજા ને સમજવી જોઈએ ને? અને એક પણ પોલીસ નાં ચહેરા પર માસ્ક પહેરેલો નહતો.
ત્યાં ઉભેલા માંથી એક બહાદુર છોકરીએ વિડિયો પણ ઉતાર્યો હતો.
આવાં તખલખી નિર્ણય હવે જ્યારે ચાલીસ દિવસ જતાં રહ્યાં પછી શું જરૂર જણાઈ???
તો લોકો કહેશે કોરોના વાઈરસ નાં કેસ વધી ગયાં માટે ..તો કાલે આખાં અમદાવાદ ને બહાર નિકાળીને કોરોના નાં કેસ વધારી દીધાં કે ઘટાડ્યા???
સંવેદના પળ પળ મરી પરવારી છે....
શ્રમિકો ને પડી રહેલી મુશ્કેલી , ભૂખ્યા તરસ્યા લોકો, ઘરમાં એકલાં રહી આપઘાત કરી લેતાં લોકો...આ બધાં પ્રત્યે કંઈ જ નહી વિચારવાનું??? બસ કોરોના થી ડરવાનું???
જો તંત્ર બધી રીતે તૈયારી માં હતું તો શું કામ આવાં તખલખી નિર્ણય લીધો? હોસ્પિટલમાં સારવાર અર્થે બધું જ છે, ટેસ્ટ માટે કીટ છે, કીટ માં ભરોસો નથી. સેનીટરાઈસ સોસાયટી કરો છો તો ??? લોકો ઘરે રહે છે... બહાર નિકળે છે તો સેનીટેશન નો ઉપયોગ કરે છે..તો પછી ??
હજુ પણ શ્રમિકો પગપાળા ચાલીને જઈ રહ્યા છે કેમકે એમને ઓનલાઇન ફોર્મ ભરતા આવડે નહિ... ફોન હોય નહિ..ગરીબો માટે ખાવાની વ્યવસ્થા કરવામાં આવી હોય તે એરિયા માં રહેતા લોકો આવી શકે.. બીજા એરિયામાં રહેતા લોકો ને પોલીસ જવા ના દે. એટલે પેટનો ખાડો પૂરવા સોસાયટીમાં માંગવા આવે એમનાં છોકરાઓ સાથે..
લોકો એવાં મેસેજ પણ કરે છે કે શાકભાજી અને કરિયાળા વગર ચલાવી લો..જીવ અગત્યનો છે... ક્યાંક એવાં મેસેજ પણ ફરતા હતા કે નવી નવી વાનગીઓ નાં બનાવો...અનાજ નો જથ્થો ખૂટી જશે??
સંવેદના મરી પરવારી છે....
ઘરમાં ઘરડા લોકો હોય, કોઈ ને ડાયાબિટીસ કે કોઈ ને બ્લડ પ્રેશર અને હ્રદય ની બિમારી..હારે હજાર જાતની બિમારી વાળા લોકો હોય... કોઈ ને ખાલી ફળો ના જ્યુસ પર રહેવાનું હોય,, નાનાં બાળકો ને શું સમજાવી શકાય?? પ્રેગનેનટ લેડી હોય , એ બધાનું શું? કોઈ વિચારવા વાળું જ નહીં બસ કોરોના નાં થવો જોઇએ.
માં બાપ દૂર એકલાં રહેતાં હોય એમને ન મળી શકતાં એમનાં દિકરા દિકરીઓ ની વ્યથા, ભાઈ બહેન બિમાર હોય પણ એકબીજાને મદદરૂપ પણ નાં થઇ શકતાં હોય,
બસ બીજું કંઈ વિચારવાનું નહીં..પણ કોરોના નાં થવો જોઈએ.
જ્યારે વિદેશ થી આવતા લોકોનું કોઈ ચેકિગ નહિ અને ફ્લાઈટ પણ મોડી રદ કરી.. કોરોના ને પગપેસારો કરવા દીધો અને ફેલાવી દીધો ત્યાં સુધી તંત્ર ઊંઘતું રહ્યું અને અચાનક થી લોકડાઉન,
લોકો બધું માની જ રહ્યા છે છતાં આવો ત્રાસ.
સંવેદના મરી પરવારી છે આજે...
રુપ ✍️ લેખિકા.
મારી પોસ્ટ કોપી કરી તમારા અનુભવો શેર કરી શકો છો.
ભગવત ગીતામાં લખ્યું છે કે.. તમારું આયુષ્ય પુરું થયું હોય તો નિમિત્ત કંઈ પણ બનાવી ને મોતનાં મુખમાં જવું પડે. તો આટલો ગભરાહટ શું કામ?