Gujarati Quote in Poem by Ridj

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જરા જુદી બની ગઈ છે કથા તારી કથા મારી,
ગમી છે એટલે મુજને વ્યથા તારી, વ્યથા મારી.

વચન છે આપવા માટે, વચનને આપતા રહેશું,
કદી વચનો નહીં પાળે મજા તારી, મજા મારી.

અલગ છે દર્દ તારા ને અલગ છે દર્દ મારા તો -
ગણું કેવી રીતે કહી દે દવા તારી, દવા મારી.

રૂડું સર્જન કરી નાખે, જગત જોતું રહે જેને;
અગર ભેગી થઈ જાએ કલા તારી, કલા મારી.

તું મુખડું ગઝલનું ને ગઝલની અંતમાં હું છું,
ગઝલમાં છે જુદી જુદી જગા તારી, જગા મારી.

Gujarati Poem by Ridj : 111424881
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now