હર એક સ્ત્રી નું
સપનું ખાસ હોય છે!
આવશે સપનાનો રાજકુમાર
વરરાજો બની!
હર વરરાજા નું સપનું
ખૂબ સુરત રાણી નો
એક દિવસ
રાજા બનું!
નવવધૂ ને વરરાજા
સાત ફેરા ફરે છે,
લગ્ન ગ્રંથીથી જોડાય છે.
વરઘોડિયા ને અનેરા
માનપાન મળે છે!
ચોઘડિયા ફરતા
રહે છે!
પછી ઘોડિયા બંધાય છે!
વરરાજો ને રાણી ખોવાય છે
પછી જન્મે છે માતા પિતા
નું નવું વિશ્વ!
ફરી વાર્તા માં આવે
રાજા ,રાણી ને રાજકુમાર!
#વરરાજો