એક બાપ તેના દરેક દીકરાને હાથ ખર્ચી માટે માટે પાંચ રૂપિયા આપતો હતો સૌથી નાનો દીકરો તેના પાંચ રૂપિયા હંમેશા રામચરિતમાનસના નાના ગુટખામાં મૂકી દેતો અને રામચરિતમાનસ દિવાનખંડમાં મૂકી દેતો હતો. બાપે કહ્યું રામાયણનું આ પુસ્તક તું દીવાનખંડમાં મૂકી દે છે અને પાંચ રૂપિયા તેમાં મૂકતો જાય છે. દિવાનખંડમાં તો દિવસમાં કેટલાય લોકો આવ-જા કરે છે. કોઈ ચોરી લેશે તો? દીકરાએ ખુબ સરસ જવાબ આપ્યો, પિતાજી "જે ચોરી કરતો હશે તે રામાયણ ખોલશે નહીં અને જે રામાયણ ખોલશે તે ચોરી કરશે નહીં."
મોરારિબાપુના સદભાવના સંદેશ પ્રવચન માંથી સાભાર