#વિસરવું
તારા ના હોવાનો ગમ હવે નથી થતો,
યાદોમાં ક્યારેક તું હદય નો દરવાજો ખટખટાવતો,
તું સંપુર્ણપણે વિસરાય કેમ નથી જતો...!!!
પ્રેમ નો અર્થ તો તારાં ગયા પછી સમજાયો,
પીછો છોડે નહિ તારી યાદો નો પડછાયો,
નાનાં અંશ સમો પણ તું હજીય મારામાં સમાયો,
તું સંપુર્ણપણે વિસરાય કેમ નથી જતો...!!!
પેલી ચા ની ટપરી એ આજેય આંખો થંભી જાય મારી,
વરસાદી વાંછટ ચહેરા પર લાવી દે છે લાલી,
એકલી ઝુલું હું હિંચકે ને ભૂતકાળ આપી દે છે તાળી,
તું સંપુર્ણપણે વિસરાય કેમ નથી જતો...!!!
ડાયરીના પાનાં તારાં માટે ન લખું ત્યારે લાગે અધૂરાં,
અનુકુળતાં ન મળી તને મારું બાળપણ લાગે સ્વભાવ આકરાં,
બસ...ત્યાં જ શાંત પ્રેમસાગરમા પડી ગયાં નફરતનાં કાંકરા,
તું સંપુર્ણપણે વિસરાય કેમ નથી જતો...!!!
તને મેળવવો ધ્યેય નથી રહ્યો હવે,
તરછોડી દીધેલા આ કલમ ને કાગળ જ મને ગમે,
શાયરને તો દોસ્ત ; અધુરો પ્રેમ જ ફળે,
" મેહ " યાદોનું એક મીઠું સંભારણું જો મળે,
તો જાણે સોનામાં સુગંધ ભળે,
તું સંપુર્ણપણે વિસરાય કેમ નથી જતો...!!!
માનસી પટેલ " મેહ "