નથી વિસરાતા એ કાળમીંઢ ભયાવહ દિવસો,આંખનાં આંસુની હેલી વરસે,એને ક્યાં જોવું છે ઉનાળાની બળબળતી બપોર,એને તો બારેમાસ છે હવે ચોમાસું,આ સૂરજ ઊગેને ભીતરના ખાલીપા સાથે ઉદાસીનું રણ ઓગળી જાય, એક સપનું ઓગળીને થયું રાખ,ને હદયમાંથી સોંસરવી ઉઠે છે ટીસ મારામાંથી, વીસરી જવું છે આ,ને ખોવાઈ જવું છે પુસ્તકોની દુનિયામાં