રાત્રીના સપનોમાં પણ તુજ તું યાદ આવે.
આકાશના ચાંદ તારા માં ,તું યાદ આવે.
સૂર્યના કિરણો સાથે, તું યાદ આવે.
પક્ષીઓના કલરવ સાથે તું યાદ આવે.
કોયલના ટહુકા સાંભળતા,તું યાદ આવે.
જોઉં કળીને ખીલતા,તું યાદ આવે.
કરે ભ્રમરો ભ્રમરગાન , તું યાદ આવે.
તારી યાદ આવતાં, હૃદય પ્રેમમગ્ન થઈ આવે.
કેમ વિસરવું તને,તું મન મસ્તિષ્ક પર આરૂઢ થઈને આવે.
નથી કંઈ લખવું નિમિકાને, પણ તું શાયરી થઈને આવે.
કેમ કરીને ભૂસવું દિલમાંથી તારું હોવાપણું?
હાથમાં લેતાં પીંછી,કાગળ પર તારું ચિત્ર ઉપસી આવે.
નિમિકા .
#વીસરવું