#વીસરવું
જુવોને આ સમય કેવો છે જાણે,
ખુશીઓને બધી વીસરી ગયો છે,
હતા એકમેકના સાથી પ્રણયમાં,
આજે ખુદથી ખોવાઈ ગયો છે,
યાદોની રાતોને હવે વીસરાવી છે,
આંખોને નદીઓ બનાવી ગયો છે,
કહેતો હતો કે સાથ હંમેશનો રહેશે,
છતાંય હાથ છોડી ચાલ્યો ગયો છે,
શમણું બનીને પસાર થઈ ગયું છે,
હવે અરમાનોને ડોહળી ગયો છે.
બિંદીયા