#ચહેરો
પડદા પાછળ ના ઘેલા
અરે ઓ!! હિમાચ્છાદિત બર્ફીલા
તારા ખળ ખળ વેહતા ધોધ રૂપી
તાજગી નો અહેસાસ તો કરાવ...
ઝરમર ઝરમર વરસાદ બની
તાંડવ કરતા અરે ઓ!! ચેહરા
તારા ખુશ્બુ નો સ્વાદ તો ચખાડ...
પાને પાને વસંત બની ખીલતા
અરે ઓ!! ચેહરા વન બની
મને તારા રૂપ નો ભંડાર તો બતાવ....
સમી સાંજે આ સૂરજ નો
પ્રકાશ બની અરે ઓ!! ચેહરા
તારા પડદા પાછળનું તેજને દીપાવ.....
- ડો. અવનિ કડિયા "અગ્નિ"