અકબર-બિરબલની દૂધવાળી વાર્તા સાંભળી હશે. દરેકે થોડુંક દૂધ આપવાનું હતું,દરેકે વિચાર્યું એના એકલાના ન આપવાથી કંઈ ફેર નહીં પડે.અત્યારે રસ્તા પર આવશ્યક ચીજવસ્તુનાં નામે જે છટકબારીડાઓ લોકડાઉનભંગ કરે છે,તેમને જોઈને આ વાર્તા યાદ આવે છે.એક સમાજ તરીકે અનુશાસન આપણામાં ઓછું છે.