પશુ-પક્ષીઓ આઝાદ ફરે ને માણસ નામનું પ્રાણી પાંજરે પુરાયુ છે,
માઇક્રોસ્કોપમાં દેખાય તેવા જીવને લીધે આજ આખુ વિશ્વ ફસાયુ છે.
કોઈ એક દેશની ભૂલ છે તે બહાનું છે સાવ વાહિયાત,
દરેક માણસને પોતાના ગુનાનો દંડ મળે છે ફરજીયાત.
જાત-જાતના વિચારોની વચ્ચે બુદ્ધિ ખોળે ન્યાય,
નથી થયો કુદરતની કોર્ટમાં હજુ ક્યારેય અન્યાય.
એક દિવસ ધમધમતા રસ્તાઓ બન્યા અચાનક સુમશાન,
કઈં જ કરવા સક્ષમ નથી માનવી, છતાં કરે છે અભિમાન.
કઈં કેટલીય હાડમારી જોઈ પણ આ મહામારી સાવ નવી છે,
જનતા સાવ નવરી બેઠી, લાગે છે ઘરે ઘરે એક કવિ છે.
- નવનીત મારવણીયા