તારા ચહેરા પર પહેરો ભરવાનો રસ્તો બતાવ,
ઢળતી સાંજે ભરાતી મહેફિલ નો,મને રસ્તો બતાવ,
હું પ્રેમ થી છલોછલ હૈયું લઈને આવીશ,
ઢોળવાનું ક્યાં છે....એનો રસ્તો બતાવ!!
તાળું માર્યું છે કશેક તારા દિલ માં,
કૂંચી છુપાડી છે, ક્યાં? ... રસ્તો બતાવ,
રોજેરોજ રાહ જોવું છું, તારી હા પાડવાનો,
કો' ક દી તો, ચહેરો દેખાડી ને, રસ્તો બતાવ!!
✍️ અલય 💞
#ચહેરો