મારી લાગણી
પ્રશ્નો અમારા અડીખમ ઉભા રહ્યા ને,
અહો! તમારી રીસ,
જવાબો અમે માંગતા રહ્યા ને,
તમે પાડી ચીસ,
અમે ચોપાસ તમારી સ્મૃતિ શોધતા રહ્યા ને,
તમે હતા મનમ્હાય,
અમે તો આમ-તેમ ભટકતા રહ્યા ને,
તમે ન હતા કયાંય,
નજર અમારી તમોને આમ-તેમ શોધતી,
મૌન પાડ્યું તું તમે,
આ દમબદમ ઝીણી સિતારીની મોજમાં,
અવાજમાં ગુંજયા કરતા તમે,
અમોને એમ કે આ દશા પલટાઈ જશે,
પરંતુ જીવન પલટાઈ ગયું.