Quotes by Rima Vora in Bitesapp read free

Rima Vora

Rima Vora

@rimavora6415


આંખના અરીસામાં અનેક વાર ડોકાયાં એ....
પણ હવે તો #આતુર અંતર અેને આંબવા ઇચ્છે છે....

#શાંત અને શીતળ આંખો છે અેમની સરીતાની જેમ,
સરીતામાં તો ઉતરવું પડે ભિંજાવા પરંતુ દુરથી જ અે ભિંજવે છે મને એમ...

Read More

આપણા સ્નેહની #શરૂઆત કાંઈક આવી થઈ,
જાણે વરસાદ વરસ્યો ને હુ પલળતી રહી..

તમને નિહાળ્યાં નહિ નીરખીને એનો #અર્થ એ નથી કે હવે પ્રેમ નથી, એતો વધારે ગાઢ થયો છે વર્ષોના વિરહ પછી..

એ મારો પ્રેમ જ હતો જે પથરાતો ગયો તારી રાહમાં; ક્યારેક પુષ્પ તો ક્યારેક #પ્રકાશ બની....

દિલનો દીવો કરીને બેઠી છું,
આખંનો ઉજાશ ફેલાવીને બેઠી છું,
ખબર છે તમે આવસો જ,
પ્રેમનો #પ્રકાશ પાથરીને બેઠી છું.

Read More

મને તારા હ્રદયમાં રાખી દે,
હું મારા શ્વાસમાં સાચવું તને.




#રાખવું

પ્રેમને પરિચયની ક્યા જરૂર છે,
પહેલી નજરે પણ પ્રેમ થાય છે.

#પરિચય

તેજ નજરનાં તીરથી ઘાયલ કરી છે, શિકાર કરવા આવ્યા છો કે પ્રેમમાં પાડવા...


#શિકાર

ના આવશો ફરી અહિં, આવશો તો પણ રેહશો ક્યાં? દિલ હતું તે તો તમે તોડી ગયાં..


#દિલ