Gujarati Quote in Blog by Birju Ratanpara

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

" ચાર સ્ત્રીઓ એક સાથે મળી ને ગામની ભગોડે કુવે પાણી ભરવા જાય" આ વાંચી અને સીધો એક જ વિચાર આવે કે પંચાત ના પોટલાં વાળતી હશે...આમ પણ આપણે ત્યાં પ્રથા છે પુરુષોને પોતાના વિચારો રજૂ કરવાની છૂટ છે.ચાર પાંચ પુરુષ ભેગા થઈ અને રસ્તે જતી કોઈ એક સ્ત્રી વિશે મુકત રીતે જોઈ શકે અને મન ફાવે એવી વાતો કરી શકે....પણ આજ વસ્તુ સ્ત્રી કરે તો એના સંસ્કાર નબળા છે એવી વાતો થવા લાગે છે....આની પાછળ જવાબદાર છે આપણો સમાજ.ખરેખર તો સમાજના આ ખોખલા નિયમો ના લીધે જ કોઈ સ્ત્રી ઈચ્છે છે છતાં આગળ નથી વધી શકતી....એના પરિવાર પર ઈચ્છતો હોય છે કે સ્ત્રી આગળ વધે પણ એને પણ એ સમાજ નો ડર લાગે છે....કે ગામ શું વાતો કરશે??? સ્ત્રી કેટકેટલું સહન કરે છે પોતાના અંદર જ બધું દબાવી રાખે છે...પોતાના સપના બધું જતું કરે છે અને એક બેસ્ટ ગૃહિણી બનવાનો પ્રયત્ન કરે છે...પણ એક સમય તો એવો આવે જ છે જ્યારે એનો પતિ કે એના સંતાનો એને એક વાર એમ કહે છે કે તમે અત્યાર સુધીમાં મારા માટે કર્યું જ શું છે????બસ ત્યારે એ સ્ત્રી ને દુઃખ થતું હોય છે કે મે જે આ બધું કર્યું એ ખોટું કર્યું.....પણ આટલું સાંભળવા છતાં એ ક્યારેય ખોટું નથી માનતી...આ બધું જતું કરી અને હસતા મોઢે બધા ને પ્રેમ કરતી જ રહે છે.....

Gujarati Blog by Birju Ratanpara : 111421962
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now