આજે સવારમા પેપર વાંચતા બે અલગ આર્ટિકલ વાંચ્યા ને દુઃખ થયું, પહેલા આર્ટિકલ મા હતું પોલીસ ની દાદાગીરી એક ઉધોગકાર ને રોકી પાસ હોવા છતા રોકી ને આકરી પૂછતાછ, બીજા લેખમાં હતું પરપ્રાંતિય ટોળાને જોઈ વિખેરવાને બદલે ત્યાથી જતી રહી ને તેમના આગેવાન સાથે સમજણની વાતચીત કરી મન મનાવ્યું.
હવે સવાલ એ થાય પોલીસનું આ પગલું કેવી રીતે ખોટું કહી શકાય ? શું ટોળાને વિખેરવા પોલીસે કડક વલણ દાખવવું જોઈતું હતું ! શું એ લોકો ગુનેહગાર છેે કે મીડીયા આમ ઉશ્કકેરણી જનક વાકયો વાપરે. ને ટોળા સાથે વાતચીત કરવા કરતા એમના આગેવાન જોડેે વાત કરી એજ મને તો યોગ્ય લાગયું.
મે ગઈ કાલે અને આજે પણ નજર સમક્ષ જોયું કે પોલીસ હાલમાં કેેેટલી ધીરજથી એ પરપ્રાંતીયોને સમજાવી રહી છેે ,હાલ બધીજ જવાબદારી તેમના પર આપી દીધી છેે છતા એ લોકો ખડેેપગેે છે ફકત આપણા માટે ...જો તમે તેમને પ્રોત્સાહિત ના કરી શકતા હોય તો કમસેકમ તેમનું। આત્મબળ ના તોડો .
વંદન છે એ રીઅલ હીરોઝને🙏🙏🙏