Gujarati Quote in Blog by Birju Ratanpara

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હાય,હું જાણું છું કે આપણે મળ્યા એનો ઘણો સમય થઈ ગયો છે..આટલા બધા દિવસમાં આપણે ક્યારેય વાતો પણ નથી કરી,એવું પણ નથી કે જે આપણી વચ્ચે થયું એનો મને અફસોસ છે કે હું ફરીથી તને મળવા માંગુ છું...જે પણ નિર્ણય હતો આપણો એ બન્ને એ ભેગા મળી અને સમજી વિચારીને જ લીધો હતો...પણ ક્યારેક અમુક જે હ્રદય ને ટચ કરી ગયેલી અમુક યાદો છે એ ક્યારેક ઉમળકા ભેર અંદરથી બહાર આવવાની કોશિશ કરે છે,પણ હું કોશિશ કરું છું કે એ બધી જ યાદો ને અંધકારમાં ધકેલી દઉં.....ક્યારેક આ બધું હદથી વધારે થઈ જાઈ છે ત્યાર થાય છે કે ચલ મળી ના શકું તો કઈ નહિ પણ પત્ર તો લખી જ શકું ને...આપણા જીવનમાં આપણે એટલી આસાનીથી ભૂલી જઈએ છીએ કે પ્રેમ હંમેશા એ નથી હોતો જે આપણે સમજીએ છીએ ....આપણે મળ્યાં ત્યારે સાથે રહેવાનું કોઈ કારણ હતું નહિ...એતો પછી પ્રેમ થયો ત્યારે એ એક કારણ મળ્યું....અને એવું નથી કે હું તને રોકવા માંગુ છું....તુ તારી લાઈફ મા આગળ વધ મને એનાથી કોઈ વાંધો નથી ..કેમ કે જે કંઈ નિર્ણય લીધો હતો એ બન્ને નો હતો...એટલે હવે એવો હક નથી મારી પાસે કે તને પાછું આવા માટે કહું....પણ એક વાત ચોક્કસ કહીશ કે હવે મને સમજાય છે કે પ્રેમ શું છે???કદાચ પહેલા હું માનતો અને અત્યારે જે હું માનું છું એ પ્રેમની પરિભાષા મા ઘણો ફરક છે....

Gujarati Blog by Birju Ratanpara : 111421697
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now