ક્યારે મળીશું?
બે દી'ના સાથ ની વેળા,
ક્યાંય પતી ગઈ ખબર જ ના રહી,
સમય જ સાથ આપ્યા વગર દોડતો રહ્યો!
ને વિદાઈ ની વેળા આવી પહોંચી।...
યાદો નું ભાથું ભરી,
બેગ ને સંકોચીને તે યાદો સંગ,
અલિવદા કહેવા હવે,
મન મક્કમ કરવા માંડી।..
મન માં હતું બસ મોડા મળે તો સારું,
જેથી વધારે સમય રોકાઈ શકું,
બપોર ના એ તડકા માં,
તાપ ની રેલમછેલ પણ મીઠી લાગી,
બસ ને આવતા જોઈ,
દિલ ની ધડકનો તેજ થતી ગઈ,
આંખ કશું કહ્યા વગર જ કહી રહી,
ક્યારે મળીશું? હવે ક્યારે મળીશું?
- 'સેતુ' શ્વેતા પટેલ