હા અને ના ની વચ્ચે સતત સળવતી રહી,
કેટલીક ઈચ્છાઓ આમજ બળતી રહી.
દોહવા ટાણે આવીને આ કોણ લૈ જાય છે,
આ ગાય દિવસભર આમ તો રઝળતી રહી.
પીંજરા ધડનારો આજ પીંજરામાં કેદ થયો,
સમજાયું કે પંખીની પાંખ કેમ ફફળતી રહી.
સતત ચાલ્યા કર્યા છતાં ક્યાં પહોચાયું નહિ,
અર્થ એ નથી કે રસ્તો મંજિલ બદલતી રહી.
આમ જો જુવો તો કોરોના સિવાય કશું નથી,
છતાં કેટલીયે જીન્દગીઓ જીવવા લડતી રહી.
ક્લારૂપ