ખળખળ વહી જતાં પ્રેમરસે
પળપળ ભીંજવે મને શ્યામ
ક્ષણક્ષણ પ્રેમપાન કરતી રહું
અંગઅંગ વહે રસરંગ મદન
ઝૂલેઝૂલે અનંગરસ તે ભમે
ઉમંગે ઉમંગે ઝૂલે પિયા પ્યારી
ઘનન ઘનન મેઘ ગરજે
લપટી લપટી સખી નાગદમનને
કિનારે કિનારે શોભે હિંડોળો
ત્યાં વ્રજરાજ બિરાજ્યા
કંચન સમ વેલી રાધિકા
ઝુલાવે સખી નખરાળો
પીળું પીળું વસ્ત્ર અને પાઘ કસુંબી
મોર પિચ્છ શિરે ફરકે
વ્યસન કાનાનું ભરત લાગ્યું
રંગરંગ રંગાયો શ્યામરસે
( રચના:ભરત સાંગાણી )
#અનુભવવું