લોક ડાઉન માં ઘણું અવનવું અનુભવ્યું છે.
ઘરના ને ઘરના અજાણ હતા અનુભવ્યું છે.
બીજાની ઠોકરો ને પોતાની કરી આગળ છું,
હર એક ઠોકરે મળે નવી શીખ અનુભવ્યું છે.
ઘરમાં બંધ રહી ને ઘણું શીખવા મળ્યું અમને,
સંતાનો પાસે જ્ઞાન અનેરું તે અનુભવ્યું છે.
દસમાંથી નવ વસ્તુ ના હોય તો આજે ચાલે,
લાગે કે સાવ નાની વાત જેવું અનુભવ્યું છે.
#અનુભવવું