બસ મુજ દર્શ દે પ્રભુ..
ક્યાંક જીવન વાટ પર હું ઘડી નિહારતો ,
આવન - જાવન ઘટમાળમાં અંત કદી નાશ પામતો ,
બસ સ્નેહ નીતરતી નયન ને મુજ પ્રભુ દર્શ કદી ના
ભારતો
મેઘા ગરજી , વાયરો વાગ્યો , આશ જરા સમીપ આણી
હરખ સાથે હાલરડુ જમ્યું , મનમાં જાગી સપના સરવાણી
બસ મલક મલકાતી નિંદરડી ને તુજ રૂપ નીર કદી ના
ભાગ્યો
વહયાં વહાણોના ફેરા , દીઠાં સરહદોના સેઢાં
સમરુ એજ જીવન મેળા , ક્યાંક મળે પાછું એ વેળા
બસ ભાગ્ય તણો એ જ ઈશારો
તુજ રંગ દીધું ન ʼતો હું અધુરો.....
બસ મુજ દર્શ દે પ્રભુ......
માહયાવંશી દિવ્યેશકુમાર.એમ