એકદમ સહેમત છું રોહિતની આ વાત થી.. ઘણા ને પ્રશ્ન છે કે રૂપિયા માટે કેમ લખવું.!? તો મને પણ પ્રશ્ન છે કે આ એક આવડત છે અને એનો ઉપયોગ ક્યાંક અર્થ ઉપાર્જન માટે થયો તો એમાં એવું તો શું ખોટું થઈ ગયું.!? આપણે જ્ઞાન પણ મફતમાં નથી જ લેતા ને.!? અને આમાં તો સ્પર્ધા માટે સામેથી ઇન્વાઇટ કરવામાં આવ્યા હતા, અને નિયમો પણ એમણે જ બનાવ્યા હતા. જ્યારે એમને જરૂર લાગી ત્યારે એમાં બદલાવ પણ કર્યો પણ નિયમ બદલાયા પહેલા થયેલા વિજેતા એમને મળવા પાત્ર ઇનામની આશા રાખે એ શું ખોટું છે.!?
અને એક ખાસ વાત ખાલી જૂના કે વિજેતા સ્પર્ધકો જ નહી પણ નવા સ્પર્ધકો ઉપર પણ સવાલ થયા છે.. અને એમને બધાની જીતવાની ભાવનામાં લોભ દેખાઈ રહ્યો છે. તો મને તો આ પ્રશ્ન ખાલી વિજેતા પૂરતો જ ના લાગતા દરેક સ્પર્ધકને સ્પર્શતો હોય એવો લાગી રહ્યો છે.
સ્પર્ધા આવી એ પહેલા પણ અમે અમુક લોકો જેની ઉપર હવે પ્રશ્નો થઈ રહ્યા છે એ લોકો પોસ્ટ તો મૂકતા જ હતા, ને વળતર ની આશા વિના.. પણ જ્યારે આ સ્પર્ધા આવી ત્યારે અમને એક વિચાર આવે કે ચલો બે વર્ષથી અહીંયા યોગદાન આપીએ છીએ તો હવે આપણને પણ યોગદાન મળી રહ્યું છે તો એમાં લોભ કે લાલચ કે રૂપિયા માટે લખવું એવા પ્રશ્નોને સ્થાન જ ક્યાં આવે.!? આપણે નાના હતા ત્યારે પણ સ્પર્ધામાં ભાગ લેતા હતા ને!? અત્યારે પણ ઘણા બધા સ્પર્ધામાં પોસ્ટ મૂકે જ છે અને તો પણ એમને આવો પ્રશ્ન થાય છે મને તો એ વાતની જ નવાઈ લાગે છે..
જય જિનેન્દ્ર
શેફાલી શાહ
ઘણા માનનીય મિત્રો, સ્નેહીઓનો, વડીલો એવું સમજી રહ્યા છે કે અમે માત્ર રૂપિયા ના મળવાથી આહત છીએ.
જ્યારે પણ કોઈપણ પોસ્ટ મૂકીએ ત્યારે એ પૈસા લાવશે કે નહીં એ નક્કી નહોતું એ તો MB ના નિયમો નક્કી કરતા હતા કે મળશે કે નહીં. સ્પર્ધા શિવાય સેંકડો પોસ્ટો મૂકી છે અહીં અને એ પણ મૌલિક. એટલે મને એવું લાગે છે કે આજકાલ સ્પર્ધા થકી સ્પર્ધામાં આવેલા સ્નેહીજનો એ એમની નીતિમત્તા અને મૌલિકતા ચેક કરવી જોઈએ. સાથે MB ના આયોજકોએ નીતિમત્તા અને મૌલિકતા ના પાઠ ભણવા જોઈએ કે જો કોઈએ તમારા બનાવેલા નિયમોથી જીત્યા છે તો તમે આવો અન્યાય ના કરી શકો.
બીજી ખાસ વાત કે આવી સ્પર્ધાઓ માત્ર લેખક માટે ફાયદારૂપ નથી. MB પણ પોતાનો business વધારવા માટે આ બધા પેંતરા કરી રહ્યું છે. એટલે માત્ર નીતિમત્તાના ધારાધોરણ લેખકો ઉપર ઇનામ ના આપવા રાખવા એ અયોગ્ય છે.
આ વિષય અત્યારે મારા માટે આત્મસન્માનનો છે અને એ કોઈપણ ભોગે હું જતો કરવા માગતો નથી.
જય હિન્દ... વંદે માતરમ્...
-- જિદ્દી બાળક...Rohit...
https://www.matrubharti.com/bites/111420227