પહેરો આ રંગના કપડાં, થઈ જશે ‘ઝટ મંગની પટ બ્યાહ’
જ્યાતિષ પ્રમાણે દરેક રંગનો વ્યક્તિ ઉપર વિશેષ પ્રભાવ પડતો હોય છે
- દેવગુરુ બૃહસ્પતિ અનુકૂળ ન હોય તો લગ્ન થઈ નથી શકતા
જો મોટી ઉંમર થઈ ગયા પછી પણ તમારી પુત્રીના લગ્ન ન થઈ રહ્યા હોય કે હવે માંગા આવવાના જ બંધ થઈ ગયા હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે નીચે અમે એવો ઉપાય બતાવી રહ્યા છીએ જેનાથી આ સમસ્યાનું નિદાન શક્ય બનાવી શકાશે.
ઉપાયઃ-
જ્યાતિષ પ્રમાણે દરેક રંગનો વ્યક્તિ ઉપર વિશેષ પ્રભાવ પડતો હોય છે. દરેક રંગ એક વિશેષ દેવતાઓને પ્રિય હોય છે. એ જ રીતે પીળો રંગ દેવગુરુ બૃહસ્પતિને વધુ પ્રિય માનવામાં આવે છે. જ્યોતિષિઓના મતાનુસાર જ્યાં સુધી દેવગુરુ બૃહસ્પતિ અનુકૂળ ન હોય તો લગ્ન થઈ નથી શકતા.
જ્યોતિષ પ્રમામે જે કન્યાના લગ્નમાં વિલંબ થઈ રહ્યો હોય કે તેને ગુરુવારે પીળા તથા શુક્રવારે સફેદ રંગના વસ્ત્ર પહેરવા જોઈએ. એમ કરવાથી તે કન્યાના લગ્ન માટે ઝડપથી લગ્ન પ્રસ્તાવો આવવા લાગશે અને ઝડપથી તેના લગ્ન નક્કી થઈ જશે. આ ઉપાય કરતી વખતે મનમાં દેવગુરુ બૃહસ્પતિ માટે શ્રદ્ધા ભાવ હોવો જરૂરી છે.