માણસનું મૂલ્યાંકન તેના સદગુણોને આધારે થતું હોય છે.
આજના સમયમાં કોઇ વ્યક્તિને કોઇ વ્યક્તિ સાથેનો સંબંધ કોઈ સ્વાર્થ અથવા તો કોઈ જવાબદારી ને લક્ષમાં રાખીને જ નિર્ધારિત થતો હોય છે. પરંતુ, કોઈ વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ નિસ્વાર્થરૂપે અજોડ બંધંન રૂપી પણ હોઈ શકે છે, "એ અમુક નસીબદાર વ્યક્તિના જ ભાગ્યમાં લખેલું હોય છે".
સદગુણો એ માતા પિતાનો આદર કરો, વડીલોનો આદર કરવો, ખરાબ વાક્યો ના ઉચ્ચારવા, ખરાબ વસ્તુ ન જોવી, માતા-પિતા તથા વૃદ્ધોની સેવા કરવી, ગુરુ નો આદર કરવો, ઈષ્ટદેવની પૂજા અર્ચના કરવી, ખરાબ વ્યક્તિની સોબતના કરવી, વગેરે વગેરે એવા કેટલાય દ્રષ્ટાંતો દ્વારા સદગુણોનું મૂલ્યાંકન સમાજ દ્વારા થતું હોય છે. પરંતુ સાથે સાથે વ્યક્તિના સાચા સદગુણોનું મૂલ્યાંકન તેના અંતરાત્માના કેટલાક વિચારોના સૂક્ષ્મ ભાવથી પણ થતું હોય છે. જેમકે વ્યક્તિ તેના સંબંધી વ્યક્તિનું સારુ અથવા નરસું પચાવી શકે છે? તેનામાં મદદ કરવા ની કેટલી નિસ્વાર્થ ભાવના છે? બીજાને દુઃખી જોઈને તેના હૃદયમાં અનુકંપા ઉદ્ભવે છે? નિસ્વાર્થ ભાવે કોઈપણ મોટપ અથવા પ્રશંસાની અભિલાષા વિના સેવા કરી શકે? કોઈની પચાવી પાડવાની ભાવના તો નથી ને? કોઈ વ્યક્તિનું કેમ કરીને ખરાબ દેખાય તેવી ભાવના? આ બધા દ્રષ્ટાંતો દ્વારા પણ સંસ્કારો નું મૂલ્યાંકન થવું જોઈએ.
પરંતુ આજ તો સમાજ જેમ પુસ્તકોનું mainpage જોઈને તેનું મૂલ્યાંકન કરે છે!, તથા વ્યક્તિને વેશભૂષા થી ના સંસ્કારો નું મૂલ્યાંકન કરે છે!, વ્યક્તિની મીઠી બોલી જોઈ તેના વ્યક્તિત્વનું મૂલ્યાંકન કરે છે!, વ્યક્તિના ના બહારી શણગારથી તેની ખુશી તથા આનંદનું મૂલ્યાંકન કરે છે!. આજ રીતે કેટકેટલાય ખોટા મૂલ્યાંકનો ના માપદંડથી મૂલ્યાંકન કરે છે. આગળ જતા એ મૂલ્યાંકનનો થી પસ્તાવાનો સમય આવ્યો હોય એવું પણ બન્યું હોય છે.