ઘણી વખત મારા મિત્રો દ્વારા મને બ્લડ ડોનેટ કરવાની સલાહ આપવામાં આવતી હતી...પણ ક્યારેક સમય નો અભાવ કે કોઈ પરિસ્થિતિ સાનુકૂળ ન હોવાને લીધે બ્લડ ડૉનેટ નહોતો કરી શકતો...
પરંતુ છેલ્લા કેટલાક સમય થી મને મેસેજ મળી રહ્યા હતા કે અનેક થેલેસેમિયાગ્રસ્ત વ્યક્તિ ને બ્લડની જરૂરિયાત છે અને તેને લોકડાઉન ને લીધે કોઈ બહાર નીકળી શકતું ન હોવાથી બ્લડની પણ અછત ઉભી થઇ રહી છે જેને લીધે આજે લાઈફ માં પહેલી વખત બ્લડ ડૉનેટ કરવાનો અવસર પ્રાપ્ત થયો સાથે એક ખુશી એ વાત ની પણ મળી કે આ બ્લડ આપવાથી કોઈનું જીવન બચશે...😊
આપ સૌને પણ મારી વિનંતી કે જો તમારા વિસ્તાર માં પણ આ પરિસ્થિતિ માં બ્લડ ની જરૂરિયાત હોય તો જરૂરથી રક્તદાન કરજો....
કારણકે..."રક્તદાન મહાદાન"😊🙏
#ભવ્ય