વ્યસન- શત્રુરૂપી ચાહક
દિલ દે દિયા વ્યસન તુજકો
વ્યસન એટલે કે ચાહત! વ્યસન બે વાતનું હોઇ શકે એક સારી વસ્તુનું હોઈ શકે અથવા ખરાબ વસ્તુનું હોય છે.
વ્યસન એ એવી વસ્તુ છે કે એક વખત પડી જાય પછી એના વગર રહી શકાતું નથી, પછી એના બદલામાં દુનિયાની કોઈ પણ વસ્તુ સામે મુકો પરંતુ એ વ્યસનરૂપી એ વસ્તુને જ પસંદ કરશે. ફક્ત કારણ છે એ વસ્તુ પ્રત્યેનો લગાવ એની ચાહત. હવે એ ચાહત સારી વસ્તુ પ્રત્યે હોય, તો કંઈ વાંધો નથી પરંતુ જો એ ખરાબ વસ્તુ પ્રત્યે ની ચાહત હોય તો એ ખૂબ મોટો વિનાશ સર્જી શકે છે. તેની આપણે કલ્પના પણ નહીં કરી શકે. હવે ખરાબ વસ્તુ ને ચાહત માં ઘણું બધું છે.દાખલા તરીકે... ખરાબ વ્યક્તિ ની સોબત, ખરાબ વસ્તુ ની સોબત, વગેરે...
વ્યક્તિના જીવનમાં કોઈ વ્યક્તિ ની સોબત બહુ જ મોટું કાર્ય ભજવતી હોય છે. સોબતમાં એવું કહેવાય છે "માણસ સારી વસ્તુ થી જેટલો ખેંચાતો નથી એટલો ખરાબ વસ્તુ થી જલ્દી આકર્ષાય છે" એટલે કે માણસ જો ખરાબ સોબત કે વ્યસની સંગાથ લાગી જાય તો તેનાથી છૂટવું બહુ બહુ જ મુશ્કેલ છે. અને પછી જો ખરાબ વ્યસન લાગી ગયું તો તો પછી એ તમારા શરીરને પોતાનું ઘર બનાવીને જ રહેવા લાગશે, પછી તો તમે એ ક્ષણિક સુખ માટે તમે એને રહેવા માટે કંઈ પણ આના-કાની નહીં કરી શકો અને પછી એ ધીરે ધીરે પોતાનું વર્ચસ્વ વધારતું જશે અને તમારા જીવનના બધા જ નિર્ણયો માં તેનું આગવું સ્થાન તમે બખૂબી નિહાળી શકશો. ધીરે ધીરે મગજને પોતાના પૂરા કંટ્રોલમાં લઈ લેશે પછી તો, ઉઠતા - જાગતા બસ એનો જ ખ્યાલ આવ્યા કરશે.
હવે શું આ ખરાબ વસ્તુ નું ભયાનક દૂષણ રૂપી વ્યસન દૂર કરવાનો કોઈ રસ્તો?
હા એ શક્ય છે! પ્રથમ વસ્તુ મુખ્ય જોવે મક્કમ મનોબળ અને બીજી વસ્તુ તેની એન્ટિબાયોટિક રૂપે સારી વસ્તુ અથવા સારા વ્યક્તિની સોબત . મનોબળ મુખ્ય ઔષધ રૂપમાં કામ કરે છે એટલે જ કહેવાય છે
"મક્કમ મન હોય તો માળવે ચડાય!"
એક વાર નક્કી કરી લીધું એટલે નક્કી કરી લીધું કે મારે છોડવું છે એટલે થોડું જ છે પછી "ભલે ડુંગરો તૂટી અથવા આખું જગત રૂઠે પરંતુ નઈ એટલે નયજ!"
બીજી એન્ટિબાયોટિક રૂપે તેનાથી તદ્દન વિરુદ્ધ સારી વસ્તુ અથવા સારી વ્યક્તિની સોબત સારી વસ્તુ રૂપે સારા પુસ્તકો વાંચવા, ખુલ્લા વાતાવરણમાં સમય વિતાવો, કસરત કરવી, મનગમતી સારી પ્રવૃત્તિ કરવી, મંદિરે જવું, વડીલો અથવા બાળકો સાથે સમય વિતાવો, એમ સતત ને સતત પોતાના મનને આ કામોમાં વ્યસ્ત રાખવું.
અને જો આ બધા પ્રયત્નો છતાં એ દૂષણ ન ત્યાગી શકીએ! તો એવું માની શકાય કે "આપણે પોતાના પરિવાર તથા સ્નેહી બંધુ કરતા એ દૂષણોને વધારે પ્રેમ કરીએ છીએ!" જો એવું હોય, તો જ ત્યાગી શકતા ન હોઈએ બાકી તેને ત્યાગવું સહજ છે!
જો આ બ્લોગ ગમ્યો હોય લાઈક અને કોમેન્ટ કરવાનું ચૂકશો નહીં, જબરદસ્તી નથી. 😅