Gujarati Quote in Motivational by Jagdish Manilal Rajpara

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

For all dearest Daughters

દીકરી એટલે...આત્મજા.
દીકરી એટલે...વ્હાલનો દરિયો.
દીકરી એટલે...કાળજાનો કટકો
દીકરી એટલે...સમજણનું સરોવર
દીકરી એટલે...ઘરનો ઉજાસ.
દીકરી એટલે...ઘરનો આનંદ.
દીકરી એટલે...સ્નેહની પ્રતિમા.
દીકરી એટલે...ઘરની "જાન"
દીકરી એટલે...સવાઈ દીકરો.
દીકરી એટલે...પારકી થાપણ.
દીકરી એટલે...બાપનું હૈયું.
દીકરી એટલે...તુલસીનો ક્યારો.
દીકરી એટલે...માનો પર્યાય.
દીકરી એટલે...પ્રેમનું પારણું
દીકરી એટલે...હેતનો હિંડોળો
દીકરી એટલે...હેત ભર્યો ટહુકાર
દીકરી એટલે...ઝાડ નો છાંયડો
દીકરી એટલે...ભોળું પારેવડું
દીકરી એટલે...પ્રજ્વલિત દીપમાળ
દીકરી એટલે...ઊછળતોઉલ્લાસ
દીકરી એટલે ...હરખની હેલી
દીકરી એટલે...કોયલનો ટહુકાર
દીકરી એટલે...આન્દનની કિલકારી.
દીકરી એટલે...વહાલપની વર્ષા.
દીકરી એટલે...શ્રદ્ધાનો સથવારો.
દીકરી એટલે...વિશ્વાસનું વહાણ
દીકરી એટલે...ફૂલનો ક્યારો.
દીકરી એટલે...ફૂલ્દાનો ફળ.
દીકરી એટલે...ફૂલદાની ફોરમ.
દીકરી એટલે...શ્રુશ્તીનો શણગાર
દીકરી એટલે... ધરતીનો ધબકાર
દીકરી એટલે...અવનીનું અલંકાર
દીકરી એટલે...પૃથ્વીનું પાનેતર
દીકરી એટલે...ઝાલરનો ઝંકાર.

Respect girls. 👼👧👩👸
👵🙌👴 💐💐 👴🙌👵

Gujarati Motivational by Jagdish Manilal Rajpara : 111418929
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now