•••ધન્ય છે ધરા તને•••
જ્યાં ઈચ્છે દ્વારકાધીશ સુધાપુરી તણી નગરી,
જ્યાં સુરરાય ઈચ્છે સોમનાથની સુવર્ણનગરી...!
છે સંતોની જાણે આ તો આદિકાળથી ધરતી,
નરસૈયો,ગોરા,વિજાણંદ,જલારામ ની ધરતી...!
જાણે મિરાં માધવ ને શોધતી આવે,
ગંગાસતી પાનબાઇને ભજન સુનાવે...!
જાણે શબરી રામ તણો વિરહ વીતાવે,
શગળશાના વચનની આતો યાદ અપાવે...!
પરબધામ 'ને સતાધાર ની સેવા કરાવે,
જગડુશા અનાજના ભંડાર ખોલાવે...!
આતો અમારા સંતો-ભગતો શૂરવીર-દાનવીર ની ધરતી,
જાણે સત્ય,પ્રેમ,કરુણા,જ્ઞાન,ગુણ,શીલવંત ની ધરતી..!