ઘરમાં જો આ રીતનો હોય વાસ્તુ દોષ તો મહિલાઓ રહે છે પરેશાન
ઘરમાં જો વાસ્તુ દોષ હોય તો તેની ફક્ત નકારાત્મક અસર જ નથી પડતી પણ તેનાથી ઘરમાં રહેલા તમામ સભ્યોનું સ્વાસ્થ્ય પણ બગડે છે. જે ઘરમાં વાસ્તુ દોષ હોય તેમની પ્રગત્તિ અટકી જાય છે. વાસ્તુ શાસ્ત્રમાં એવા કેટલાક દોષ રહેલા છે જે ખાસ મહિલાઓના જીવન પર ખરાબ અસર કરે છે. વંશવૃદ્ધિની સમસ્યા ઉત્પન્ન થાય છે. મહિલાઓનું સ્વાસ્થ્ય કથળેલું રહે છે. કેટલીક વખત તો તેમના વૈવાહિક જીવન પર અસર પડે છે. તો આઓ જાણીએ એવા કેટલાક વાસ્તુ દોષ અંગે જે મહિલાઓ પર કરે છે વધુ અસર.
દક્ષિણમાં ભૂમિગત જળસ્ત્રોત
જો તમારા ઘરમાં પાણીનો બોર દક્ષિણ દીશામાં હોય તો તે મોટો વાસ્તુ દોષ છે. તે ઘરમાં મહિલાઓનું સ્વાસ્થ્ય ખરાબ રહે છે. કોઈને કોઈ અણધાર્યા ખરચા આવતા રહે છે.
આ દિશામાં મો રાખીને જમવાનું બનાવતા હશો તો થશે વાસ્તુ દોષ
જો ગૃહિણી દક્ષિણ દિશાની તરફ મો રાખીને જમવાનું બનાવે તો તેને હાડકામા દર્દ, સર્વાઈકલ, કમર દર્દ જેવી સમસ્યાઓ થાય છે. ખાવાનું બનાવનારની પીઠ તરફ દ્વાર હોવાથી કમર અને ખભા પર દર્દ થાય છે
.
મહિલાઓ માટે વંશવૃદ્ધિમાં બાધક
જો ઘરના ઉત્તર-પૂર્વમાં શૌચાલય હોય તો આને ખુબ મોટો વાસ્તુદોષ માનવામાં આવે છે. કેમકે ઉત્તર-પૂર્વ દિશાને દેવસ્થાન માનવામાં આવે છે. આ દિશામાં કોઈ પણ પ્રકારની અશુદ્ધતા દોષપૂર્ણ હોય છે. આવું જો થાય તો મહિલાઓને વંશવૃદ્ધિમાં વિધ્ન આવે છે.પરિવારના બીજા સભ્યો સાથે પણ તણાવ રહ્યા કરે છે.
બેડ રૂમ આ દિશામાં ન રાખો
જો પતિ-પત્નીનું શયન કક્ષ એટલેકે બેડરૂમ ઉત્તર-પૂર્વમાં હોય તો તે યોગ્ય નથી. આ દોષ સંતાન ઉત્પતિમાં બાધા લાવે છે. ઘરના માલિકનો શયન કક્ષ ઉત્તર-પશ્ચિમ દિશામાં હોવો જોઈએ.