નજરોથી નજરોની વાત થઈ જાય છે,
નથી શબ્દોની જરૂર,એમનું મૌન જ બધું કહી જાય છે.
આંખોની ભાષા હૃદય સમજે છે,
હૃદયને વણકહ્યા શબ્દો સમજાઈ જાય છે.
પ્રેમમાં માંગુ છું એમનો જીવનભરનો સાથ,
ત્યાં તો એમના શ્વાસ સહભાગી થઈ જાય છે.
જ્યારે યાદ હું કરું એને,
ત્યારે દિલ એક થડકારો ચૂકી જાય છે.
નથી ચેન પડતું દિલને,
જ્યારે એનો ચહેરો આંખોથી ઓઝલ થઇ જાય છે.
નથી સહેવો હવે આ વિરહ, આ વિયોગ,
જીવનનો આનંદ દુઃખમાં તબદીલ થતો જાય છે.
#આનંદ