આપણે હંમેશા આનંદ ને બહાર ગોતીએ છીએ. કોઈ આપણને કોઈ ગિફ્ટ આપે તો આનંદ આવે,કોઈ આપના વખાણ કરે તો આનંદ આવે,કોઈ આપની મનગમતી વસ્તુ લઈ આપે તો આનંદ આવે,કોઈ આપણને ફરવા લઈ જાય તો આનંદ આવે, બસ હમેશાં કોઈ માં જ આનંદ ને ગોતવાની કોશિશ કરીએ છીએ. કોઈએ આપેલી એ જ ગિફ્ટ થોડા દિવસ પછી આનંદ નથી આપતી.કોઈ ને આપણા આનંદ નું રિમોટ કંટ્રોલ શા માટે આપીએ ,જ્યારે એ કહે ત્યારે ઓન અને જ્યારે એ કહે ત્યારે ઓફ.આનંદ તો આપણી અંદર જ રહેલો છે. એ તો હર એક ક્ષણ અનુભવ કરવાથી મળે છે. હર એક કામ જો સ્વીકાર ભાવ થી અને વર્તમાન માં રહી ને કરીશું તો નઈ ગમતું કામ પણ આનંદ આપશે.
ધન્યવાદ
#આનંદ