જોય છે..? હા રોજ તેને જોય છે
રેતાળ રસ્તા ઓ મા પણ તેના પગલાં ઓળખી બતાવે છે
મિલો સુધીની તેની ખુશ્બૂ ને પિય શકે છે
કાળમીંઢ મેઘલી રાતો મા તેને શોધી શકે છે
અગાધ રહસ્ય મય ચહેરા ના ભાવ ક્ષણ મા વાંચી શકે છે
હા રોજ તેને જોય છે
તે કિનારે ઊભો છે
ચિથરે પહરેલ કપડે ખુલ્લા પગ સાથે ઊભો છે
પરસેવા થી રેબઝેબ ચહરે પ્રેમ ના ઘોડાપૂર થી ચલો ચલ છે
ઉંડી સરી ગયેલી આંખો પપણ ના ટેકે બહાર આવી રહી છે
સંકોચાયેલી આતરડી શરીર સાથે ચોંટી ગયેલી રક્તવાહિની સાથે તે અડીખમ ઊભો છે
તે કિનારે ઊભો છે
અશ્વિન ચૌહાણ