દર્દ શું શબ્દોનું ,મોહતાજ કદી હોય છે?
ઝાકળ જેવું પળવારે, અદ્રશ્ય હોય છે
મૃત્યુ તો સાક્ષાત દર્શન છે , સૂરજ જેવું,
કુરબાની માં સરકતું, સત્ય કદી હોય છે
આવિર્ભાવ સુખદુઃખ ,કર્મના લેખાંજોખાં ,
ચૈતન્ય અનુભૂતિમાં,કર્મ એ સાક્ષી હોય છે
બંધન છે કર્મો તણું, ઈચ્છાઓ અનેક છે,
મન બાંધે ને છોડાવે, મન મનોલય હોય છે;
આખરે તો સફર છે, ફક્ત કબર સુધી અહી,
માટી માં માટી અને ,સ્મશાનમાં રાખ હોય છે;
==========================