તમને ખબર છે હું કોણ છું? મારી પાસે કેટલી ડિગ્રીઓ છે? હું કેટલા ઊંચા ખાનદાનમાંથી આવું છું? મારા પિતાની કેટલી પહોંચ છે? હું ધારું તેની પાસે કામ કરાવી શકું છું અને તમે મારી સાથે આવી મજાક કરવાની હિંમત કરો છો? આપણે આવું બધુ કહેતાં ઘણાં લોકોને સાંભળ્યા હશે. એમને મારે એટલું જ કહેવું છે કે તારી પાસે આટલું બધુ છે પણ હસવાનું ભુલાઈ ગયુ છે.
તારી વિનોદવૃત્તિ જ ખોવાઇ ગઈ છે આ બધુ ભેગું કરવામાં. જો સામેવાળાને હસાવી જ ન શકે કે સામેવાળી વ્યક્તિ હસાવે ત્યારે હસી જ ન શકે તો આ બધુ કામ ક્યાં લાગવાનું? ઓળખાણથી જીંદગી નથી જીવી શકાતી, કામ કરાવી શકાય છે. ડિગ્રીથી રોટલો સુખેથી મેળવી શકાય છે પણ જીવવા માટે તો આપણાં પોતાના લોકો કે અન્ય લોકોને પોતાનાં વિનોદી સ્વભાવથી એમને થોડી વાર માટે પણ એમનાં દુઃખ થી દૂર રાખવું જરુરી છે.
દરેક માણસ સુખી અને ખુશ હોય એવું જરુરી નથી. પણ આપણે આપણાં રમુજી સ્વભાવથી થોડી ક્ષણો માટે પણ એને ખુશ કરી દઈએ ને તો આપણે જંગ જીત્યાનો આનંદ અનુભવી શકીએ છીએ.
દરેક વખતે સિરિયસ રહેવું જરુરી નથી ક્યારેક રમુજી પણ બનવું જોઈએ. હસો અને હસાવો. જીંદગી જીવવા અને માણવાલાયક બની જશે.
#વિનોદી