હતા એ દિવસો આપણા, હતા એ ખૂબ ખાસ,
અકબંધ હતો સંબંધ આપણો, હતો વિશ્વાસ.
એક છત નીચે બની જતી હતી રંગીન દુનિયા,
આવવા દર્દ, ગમ અને દુઃખો બની જતા ઉદાસ.
શુ પુણ્ય હતું કે શું પાપ હતું? પધાર્યા આ દીકરા,
હતો હરખ એના જન્મનો, આંખોમાં છે ભીનાશ.
મહેલો દીકરાએ બનાવ્યા ખૂબ મોટા મોટા પ્રભુ,
નાનપણમાં કાના હતા, કંસનો થયો આભાસ.
પુરાયા છે અલગ અલગ આ દેહ આપણા દેવી,
ધબકતા રહ્યા છીએ દિલમાં, એક જ આ શ્વાસ.
"મનોજ" એ પ્રણયને તું કયારેય નહિ સમજે,
આંખો થઈ ઓઝલ પણ દિલમાં રહ્યો ઉજાસ.
મનોજ સંતોકી માનસ