#આશ્ચર્ય
અહો .......
ગજબ આશ્ચર્ય. ........
છે ગરીબોને બે ટંક ભોજનના પણ સાંધા,
કપડાના પણ વાંધા,
ને, ઓલા પ્રભુને
સોનાના આભૂષણોથી શણગારાય છે ....
અહો.....
ગજબ આશ્ચર્ય. ........
ફોરવીલમા ફરવાવાળા
ડોગી માટે ડોગ ફુડ મંગાવાય છે
ને ઓયલા બુઢ્ઢા માવતર ને ટીફીનમાં
પેઢા છોલી નાંખે એવા ટાઢા ટુકડા અપાય છે
અહો........
ગજબ આશ્ચર્ય. ........
""""""""""""""ગીત ભાટુ કંડોરીયા.