ભેંકાર બનેલી ભીતો, જર્જરિત થયેલા ખંડેરો,
સૂકાય ગયેલ પ્રવાહી, ઉજ્જડ બનેલ જમીનો.
ચહેરા પર લચકી રહેલી ચામડી, ઊંડી ઉતરી ગયેલી આંખો,
લાકડીના ટેકા થી ચાલતા વાંકા થઈ ગયેલ શરીર,
ધ્રુજતા પગે હળવા પગલાં ભરતા સૂકાય ગયેલા પગ,
બાળપણથી ચાલુ કરેલી દોડ આજે માંડ પગલાં ભરી રહી છે,
હરેક પગલે વીતેલા સમયની સ્મૃતિઓ છૂંદાય રહી છે,
હા, એ પગલાં કદાચ અંતિમ વિસામાં તરફ જતા હતા....
©મનોજ સંતોકી માનસ