હે કુરુક્ષેત્રના કણકણમાં ભળેલા સોહિત,
માધવના મુખે થી જ્યારે નીકળ્યું એ ગીત.
ન જો એ ખુદનો ભાઈ, કાકો, મામો, દાદા,
સત્ય પક્ષે છે તારા ઉઠાવ બાણ કર જીત.
એક બાળ અભિમન્યુ, ભારે પડ્યો જ્યાં,
ભલે પામ્યો શહીદ, વિરની હતી એ રીતે.
દાદા સુતા રહ્યા અંત જોવા બાણશૈયા પર,
આર્યવર્તનો નાશ થતો રહ્યો લગાવી મીટ.
મહાદેહ ધારી ભીમ પુત્ર કરી રહયા સંહાર,
પડ્યો દેહ એનો, જાણે પડી મોટી ત્યાં ભીત.
રોકી શક્યા હોત આ સંગ્રામ કુરુક્ષેત્રનો સૌ,
મનોજ માધવ ગયા હતા ત્યાં લઈ ને પ્રીત.
મનોજ સંતોકી માનસ