સુખી જીવન માટે જરૂરી છે કે વ્યક્તિ પૂર્ણ રીતે સ્વસ્થ્ય રહે અને નિરોગી રહે. જો કોઈ માણસની પાસે ઘણુ ધન હોય, બધી સુવિધાઓ હોય પરંતુ જો તે શારીરિક રીતે સ્વસ્થ્ય ન હોય તો તેનું જીવન સુખી નથી રહેતું. સારા સ્વાસ્થ્ય માટે પર્યાપ્ત ભોજન યોગ્ય સમયે લેવું ખૂબ જ જરૂરી છે. ભોજનની મહત્તાને જોતા શાસ્ત્રોમાં કેટલીક વાતોના ખાસ નિયમો બતાવ્યા છે જેનું પાલન કરવું અનિવાર્ય છે.
વેદ-પુરાણ અને વિદ્વાનો પ્રમાણે ભોજનના સમયે ધ્યાન રાખવું જોઈએ કે આપણે કોઈ અન્ય વ્યક્તિને પોતાનું જૂઠુ(એઠું) ભોજન ન આપીએ. જો કોઈ વ્યક્તિના સ્વાસ્થ્ય સંબંધી કોઈ પરેશાની હોય તો તેનું જૂઠું ભોજન ન આપવું જોઈએ. તેની સાથે જ ધ્યાન રાખવું જોઈએ કે કોઈ વ્યક્તિ ભોજન કરી રહ્યો હોય તો આપણે તેની સાથે પણ ન ખાવું જોઈએ. આ વાત શિષ્ટાચારના નિયમોની વિરુદ્ધ છે.
ભોજન એટલુ જ લેવું જોઈએ જેટલુ આપણા સ્વાસ્થ્ય માટે લાભદાયક રહે. ન તો વધારે ભોજન કરો ન તો ઓછું. જરૂરિયાતથી ઓછું કે જરૂરિયાતથી વધારે ભોજન કરવાથી પેટ સંબંધી બીમારીઓ થવાની સંભાવનાઓ રહે છે. વધુ ભોજનથી આળસ વધે છે. ઓછું ભોજન કરવાથી આપણા શરીરને પર્યાપ્ત ઊર્જા પ્રાપ્ત નથી થતી. ભોજન તો એવું જ ખાઓ તે તમારા સ્વાસ્થ્યને લાભ પહોંચાડે.
આ બાબતે સૌથી વધુ જરૂરી વાત એ છે કે ભોજન કર્યા પછી તરત જ વ્યક્તિ વગર મુખ અને હાથ ધોએ ક્યાંય અહીં-તહીં ન જવું જોઈએ. એઠા મુખ અને હાથે ઘરમાં પણ ફરવું અશુભ માનવામાં આવે છે. ઘરમાં ખાધા પછી એવું કરાય તો તેનાથી આપણા હાથમાં લાગેલ જૂઠન પડે છે, જે ઘરને અપવિત્ર બનાવે છે. આ પ્રકારની અપવિત્રતાની અસર તે ઘરના બધા સદસ્યો ઉપર પડે છે. એટલા માટે ધ્યાન રાખવું જોઈએ કે ભોજન લીઘા પછી તરત જ શુદ્ધ પાણીથી હાથ અને મુખ તરત જ સાફ કરી દેવા જોઈએ.