રોકાય ગયો સમય...
ચારે બાજુ શોધતી મારી આંખો સામે જ્યારે તું આવી ત્યારે રોકાય ગયો સમય. ભર તડકામાં ચામડી બળવા લાગી, તારી નજર મળતા ઠંડક મળી ત્યારે રોકાય ગયો સમય. શણગાર એવા હતા કે લાગતી તું ઢીંગલી જેવી, કદમ મારી સાથે મિલાવ્યા જાણે બની ગઈ કોઈ શિકાર કરતી સિંહણ, એ જ અદા પર સમય જરા રોકાય જતો. સાત પગલાં સાથે ચાલ્યા અને મનશ્વી લગ્ન પણ થઈ ગયા.
ચકરવકર ફરતી તારી આંખો થોડા ભયમાં હતી, આમ તો ચાર મહિના ખૂબ તપયા પછી પહેલા વરસાદમાં જેમ ધરતી સુંવાસિત બને એ જ રીતે તારા મિલનમાં આ દિલ ખુશ્બુથી ભરાય ગયું હતું. તારી આંખોમાં રહેલી તસ્વીર, ગહનતામાં છુપાયેલ એક યાદનું આંશુ, તારી આંખો ખૂબ ઉતાવળ કરતી હતી બોલવા માટે પણ આ ભીડમાં એ કઈ જ ન બોલી શકી. હજુ એ કપમાં તારા હોઠોની લાલીના નિશાન રહ્યા છે.
આમ તો હતો તકડો ખૂબ ધખતો, પણ તારા વાળ એ તાપ વચ્ચે પણ મને ખૂબ ઠંડક આપી રહ્યા હતા. એ ખુશ્બૂ કઈક અનેરી રહી હતી. ચહેરા પર તકડાથી બચવા માટે તે ડાકુનો વેશ ધારણ કર્યો હતો. એમાં એવું લાગ્યું કે આ ડાકુ થઈ ને દિલ લૂંટાવવા આવી છે. આમ તો દિલ આપી જ દીધું હતું
અનેક નાની ઈચ્છાઓને આકાર આપવાનો હતો, તારા ખંભા પર માથું રાખી લાંબા સમયનો બોજ કે થાક ઉતારવાનો હતો. તારા ગાલની મારા હોઠોનો સ્પર્શ થયો અને તારી આંખો બંધ થઈ. તારો હાથ મારા હાથમાં હતો, તે થોડો દબાવી દીધો. એ પ્રથમ ચુંબન હતું જ્યારે તું ધ્રુજી ગઈ હતી.
મનોજ સંતોકી માનસ