Sleeping In This Temple Give Women Blessings Of Child
સંતાન માટે નિઃસંતાન સ્ત્રીઓ આ મંદિરમાં સૂવે છે, પછી થાય છે ચમત્કાર !
હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં એક એવું મંદિર છે, જ્યાં નિસંતાન મહિલાઓને સંતાનની પ્રાપ્તિ થાય છે. વાસ્તવમાં નવરાત્રિમાં હિમાચલના પાડોશી રાજ્યો પંજાબ, હરિયાણા અને ચંડીગઢથી એવી હજારો મહિલાઓ આ મંદિરમાં આવે છે, જેમની સંતાન નથી હોતી. લડ-ભડોલ તહસીલના સિમસ નામના ખૂબસુરત સ્થાન પર સ્થિત માતા સિમસા મંદિર દૂર-દૂર સુધી પ્રસિદ્ધ છે.
માતા સિમસા અથવા દેવી સિમસાને સંતાન-દાત્રીના નામથી પણ ઓળખવામાં આવે છે. જ્યાં દર વર્ષે નિસંતાન દંપત્તિ સંતાન પ્રાપ્તિની ઈચ્છા લઈ માતાના દરબારમાં આવે છે. એવું કહેવાય છે કે અહીં નિસંતાન મહિલાઓને જમીન ઉપર સૂવાથી સંતાન પ્રાપ્તિ થાય છે. નવરાત્રિ દરમિયાન થતા આ વિશેષ ઉત્સવને સ્થાનીય ભાષામાં સલિન્દરા કહેવામાં આવે છે. સલિન્દરાનો અર્થ છે સ્વપ્ન આવવું.
નવરાત્રિમાં નિસંતાન મહિલાઓ માતાજીના મંદિરમાં આવે છે અને દિવસ-રાત જમીન ઉપર સૂવે છે. એવું માનવામાં આવે છે કે જે મહિલાઓ માતા સિમસાના પ્રત્યે મનમાં શ્રદ્ધા લઈને મંદિરમાં આવે છે અને માતા સિમસા તેમને સ્વપ્નમાં માનવ રૂપમાં અથવા પ્રતીક રૂપમાં દર્શન આપી સંતાન પ્રાપ્તિનો આશીર્વાદ પ્રદાન કરે છે.
માન્યતા મુજબ જો કોઈ મહિલા સ્વપ્નમાં કોઈ કંદમૂળ અથવા ફળ પ્રાપ્ત કરે છે તો તે મહિલાને સંતાનનો આશીર્વાદ મળી જાય છે. જેમ કે, જો કોઈ મહિલાને જામફળનું ફળ મળ્યું છે તો સમજી લો કે દીકરાનો આશીર્વાદ મળ્યો છે. જો કોઈ મહિલાને સ્વપ્નમાં ભિંડો પ્રાપ્ત થાય છે તો સમજી લો કે સંતાનના રૂપમાં દીકરીનો જન્મ થશે અને જો કોઈ ધાતુ, લાકડું અથવા પત્થરની બનેલી કોઈ વસ્તુ પ્રાપ્ત થાય તો સમજી લેવું કે તેને સંતાન નહી થાય