Gujarati Quote in Story by Rita Chaudhari

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#વસંત

કોણ વસંત ?

પતિ બારીની બહાર સવારે છ વાગ્યે નિહાળી રહ્યો હતો.
પત્ની:"આ શું હમણાંથી રોજ બારીની બહાર જોયે રાખો છો?"
પતિ:" તને નહીં સમજ પડે વ્હાલી વસંત આવી છે."
પત્ની:"કોણ વસંત? કઇ વસંત ? જે પણ હોય તેં પહેલેથી કહી દેજો, આ બધુ હુ ચલાવી લેવાની નથી. એટ્લે ત્રણ દિવસથી બારીની બહાર આમ મંડાયેલા રહો છો. ખબરદાર જો આવા લફડામા પડ્યા છે તો. હું શું મરી ગઇ છું? જ્યારે હોય ત્યારે બસ ખોવાયેલા રહો છો, અને પેલી તમારી ડાયરીમા પુરાયેલા રહો છો. આજે જ હું મારા ભાઈને ફોન કરૂ છું, બધો ફેંસલો આવી જશે."

પતિ જોર જોરમાં હસવા મંડે છે.
પતિ:"અરે ગાંડી હુ વસંત ઋતુની વાત કરતો હતો."
પત્ની મુંઝાય પતિ તરફ નિહાળી રહી.

પતિ:"એટ્લે જ તો તને કહ્યુ, કે તને સમજ ન પડે.

એ પાનખર બાદની મઝા, એ પ્રેમની નવી કૂંપળ ખીલવાની મઝા, જાણે બાગોમાં ઉપવન ખીલ્યું, ને મારા ગામમાં આખું વન ખીલ્યું, તેની સાથે હું સોળે કળાએ ખીલ્યો, આ વસંતનો હું રસ્યો. કુંવારી આ કૂંપળો મને એના તરફ રીઝવે, જેમ પ્રથમ રાતની યાદમાં તારી આંગળીઓ મને થીજવે, હું એ ઘેલો ને આ વસંત યે ઘેલી, બન્નેના મદમસ્ત સપનાએ ઘેલા, ક્યાંય સુધી નિહાળું એને ખીલતા હું જ ભાળુ, આ સપનાઓની સોગાદમાં મારા મનનાં તાર છેડ઼ુ, બસ તારો હુ થાઉં, બસ તારો હુ થાઉં."

પત્ની:"હૈ...... શું બકવાસ લેયે રાખી છે સવારમાં, કાંઇ કામધંધો છે કે નહીં?"

આમ છણકો કરી પત્ની રસોડામાં જતી રહી. .
પતિ હસતા હસતા બોલ્યો,
"એટ્લે જ તો કહું વ્હાલી, તને નહીં સમજાય, આ કલ્પના દરેકના બસની વાત નથી.

આમ અમસ્તું જ થોડી લખાય છે.
કલ્પના ના ઘોડાઓ દોડાવા પડે.
બે હાથ આમ બાંધી થોડી રખાય,
એને કાગળ પર છુટા મુકવા પડે.."

Gujarati Story by Rita Chaudhari : 111388116
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now