મને તારું દિલ તો મળી ગયું,
પછી તો એ જીવતર ગમી ગયું.
પછી ના પૂછો તો જ સારું,
વિરહમાં શરીર આ ગળી ગયું !
શીખી લે કંઈક તરુ કનેથી,
એ ફળ આવતા તે નમી ગયું!
ધરમ એથી મોટું ન કોઈ,
ભૂખ કોઈ આવી જમી ગયું.
રટે છે સદા નામ હૈયું,
પ્રિયે નામ તારું વસી ગયું.
#સાગર (M.S.B) 💦