ઉડતા રહ્યા જે આભમાં સપના બધા નક્કર નથી.
કાજળ બની શાને વહે! મન આપણું ગાગર નથી.
છો ને મળે ઠોકર હજારો, શાનથી તું જીવજે,
અડકી નિશા રડતાં રહે, શમણાં બધા કાયર નથી.
કાજળ કહે ભીનાશને, છે વાસ મારો આંખમાં,
છો ને મળે અશ્રુ લળી, કામણ બન્યું બેઘર નથી.
આવી હતી હું આંગણે, તારણ મળ્યું ના પ્રેમનું,
બોલી મને મીઠી મળે, મનમાં જરા સાકર નથી.
હસતા રહે ફૂલો સદા, વળગી રહે કંટક ભલે,
ઝાકળ બની વરસે નહીં, શું પ્રેમ નું ચણતર નથી?
ચેતન રાઠોડ ગોહેલ "ઝાકળ"
ભાવનગર