Ek kavita
એક કાળ પુરુષ આવીને
ઊભો છે પૃથ્વી પર, ખડે પગે- સૂક્ષ્મ રૂપે
તેણે માનવીને શિકાર બનાવ્યો છે-
કોના પાપે, કોના વાંકે કે
ઋણાનુબંધે
દ્વેષ, ઈર્ષા, અને હિંસામાં રત માનવી
આ બધુ ભૂલી,
ભય સમયે કાચબો પોતાની
જાત સંકેલી લે, બરાબર એમ જ
ભરાયો છે પોતાના ઘરમાં, કોનાથી ડરીને
મોતથી, આ કાળ પુરૂષથી, કે
પોતાના જાત ભાઈથી
મોત હાથમાં લઈ ફરનારા પણ
ડરી ગયા છે, સરહદો પારના દુશ્મનથી
એ શ્વાસ લે છે તો માસ્ક પહેરી
સ્પર્શે છે તો મોજાં પહેરી
એક વાર દૂર રહે છે એકબીજાથી
દિવસમાં દસ વાર હાથ ધોવે છે
પણ મનમાંથી ડર સાફ થતો નથી
આપત્તિ કાળે બુદ્ધિ કામ ના કરે
આજે તો મોટા મોટા તજગ્નોની
બુદ્ધિ કામે લાગી છે
કોણ કોને હંફાવે છે એ તો
કાળ જ કહેશે.
- પ્રવીણ શાહ