તું છે ને
જ્યારે પણ કોઈ મુશ્કેલી કે તકલીફ આવે ત્યારે
તું કહેતો હું છું ને તારી સાથે....
હું રડતી ,મુશ્કેલી થી ભાગવાનું વિચારતી ત્યારે
તું કહેતો રડ નહિ હું છું ને તારી સાથે....
હું ડરતી , મારી જાત ને અંધારા ને શોપી દેતી ત્યારે
તું કહેતો ડર નહિ હું છું ને તારી સાથે...
હું મૂંઝાતી , શું કરવું કાંઈ સમજાતું જ નહીં ત્યારે
તું કહેતો મૂંઝાઈશ નહિ હું છું ને તારી સાથે
હું તને યાદ કરતી,તું તરત આવતો અને કહેતો
જો હું આવી ગયો ને તારી સાથે.....
આજે સાવ એકલી છું ડરું, છું, રડું છું તારા વગર ત્યારે
(નિધિ) તું ક્યાં છે મારી સાથે.....