મારા વિચારો અને એમાં રેહતી તું !
તું એટલે મારી એવી પરિકલ્પના કે હું ઈચ્છુ એ રીતે તને ચાહી શકું !
તારી સાથે રહી શકું !
તારી સાથે હસી શકું !
તારી સાથે રડી શકું !
મતલબ કહું તો કંઈ પણ કરવા પહેલાં કઈ જ વિચારવું ના પડે કે ના એ બાબતે તારી કોઈ નારજગી હોય !
મારા શબ્દોના અલંકાર તારી સુંદરતાને ઓર નિખારી શકે પછી લખું કઈંક એવું ને ખુદ મુજને હું તુજમાં પરોવી શકું !
તારા એ ઘુમ્મરિયાળા કેશમાં મારા હાથની આંગળીઓ પરોવી કોઈક અટકચાળી કરતા તુજને હું છેડી શકું !
તારી લચકતી કમરની સુવાળી સપાટી પર હળવેકથી ચિમટી મારી તારી એ માદક આહ નો આનંદ લઇ શકું !
પછી તારો એ નખરાળો ગુસ્સો અતિવેગે મુજપર આવી ચડે ને એ મધમીઠી તકરાર કરતા તારી ઓર સમીપ આવી શકું !
ક્ષણભર માટે બધું થંભી જાય ને તારી આંખોમાં સ્થિર મારી આંખો હું રાખી શકું ! ના હોય પળનો પણ પલકારો ને તારી ધડકન હું મારા દિલમાં અનુભવી શકું !
રહી જાય તો બસ મૌન ચારેકોર અને એ મૌનમાં મારા પ્રેમભર્યા આલિંગનથી તને મદહોશ કરી શકું !
મારા વિચારો અને એમાં રહેતી મારી પરિકલ્પના એટલે તું !